મંગળવાર, મે 21, 2024

ઈ-પેપર

મંગળવાર, મે 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનદિલજીત દોસાંજનો નવો રેકોર્ડ: કેનેડાના વાનકુવર સ્ટેડિયમમાં પરફોર્મન્સ આપી ઈતિહાસ રચ્યો

દિલજીત દોસાંજનો નવો રેકોર્ડ: કેનેડાના વાનકુવર સ્ટેડિયમમાં પરફોર્મન્સ આપી ઈતિહાસ રચ્યો

મુંબઈ : 29 એપ્રિલ, સૌથી લોકપ્રિય ગાયક દિલજીત દોસાંજ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેઓ પંજાબી સંગીતને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ બાદ સિંગર દિલજીત દોસાંજે હાલમાં કેનેડામાં ધૂમ મચાવી હતી. સિંગરે કેનેડાના વેનકુવરમાં બીસી પ્લેસ સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મન્સ આપનાર પ્રથમ પંજાબી ગાયક બનીને નવો ઈતિહાસ રચ્યો છે.

સિંગરે રચ્યો નવો ઇતિહાસ

આજે દિલજીત પોતાના કામના કારણે આખી દુનિયામાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ફિલ્મ ‘ચમકિલા’માં પોતાના દમદાર અભિનયથી સૌના દિલ જીતનાર દિલજીત દોસાંજે હવે વાનકુવરના લોકોનું પણ દિલ જીતી લીધું છે. કેનેડાના વાનકુવરમાં બીસી પ્લેસ સ્ટેડિયમમાં 55 હજારથી વધુ લોકો વચ્ચે પરફોર્મ કરીને સિંગરે નવો ઇતિહાસ રચ્યો છે. કારણ કે દિલજીત દોસાંજ કેનેડાના વાનકુવરમાં બીસી પ્લેસ સ્ટેડિયમમાં પરફોર્મ કરનારો પહેલો પંજાબી સિંગર છે. લાઇવ કોન્સર્ટમાં દિલજીતે બ્લેક આઉટફિટ પહેર્યો હતો અને તેનું હિટ ગીત ‘GOAT’ ગાતા યાદગાર પરફોર્મન્સ આપ્યું હતું.

દિલજીતે તેની ઈવેન્ટની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાંથી એકમાં તે વ્હાઈટ પેટર્નમાં જોઈ શકાય છે. બીજી તસવીરમાં ગાયકને બ્લેક કલરની હૂડીમાં જોઈ શકાય છે. તેણે કેપ્શન લખ્યું કે, ‘ઈતિહાસ લખવામાં આવ્યો છે પ્લેસ સ્ટેડિયમ ️લુમિનાટી ટૂરની બધી ટિકીટ વેચાઈ ગઈ છે. સિંગરના નવા ઇતિહાસથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રી અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી પણ ખુશ છે આ સાથે કરીના કપૂરથી લઈને ગુરુ રંધાવાએ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. દિલજીતે પોતાના ગીત દ્વારા લોકોનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, “ના રૂપ, ના રખ, ના રંગ કંઈક.” આ સાથે દિલજીતે કહ્યું, “આ તે છે જેને ગુરુ નાનકે ખુશ રહેવા માટે આશીર્વાદ આપ્યા છે.” તેમના આશીર્વાદથી આજે આ તમામ લોકો આ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. જો તેની ઈચ્છા ન હોત તો કોઈ આ શો સુધી પહોંચી શક્યું ન હોત.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર