સોમવાર, મે 20, 2024

ઈ-પેપર

સોમવાર, મે 20, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકોઠારીયા રોડ પર સીએની વિદ્યાર્થિનીનો આપઘાત

કોઠારીયા રોડ પર સીએની વિદ્યાર્થિનીનો આપઘાત

તિરુપતિ સોસાયટીમાં રહેતી માનસી ગઢિયા (ઉ.વ.21)એ સ્યુસાઈડ નોટ લખી ઘરના હોલમાં મોડી રાત્રે પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો’તો : સ્યુસાઈડ નોટમાં માનસીએ માતા અને ભાઈઓની માફી માંગી, પોતાની મરજીથી પગલું ભર્યાનું કથન

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર રહેતી સીએની વિદ્યાર્થીની 21 વર્ષની યુવતીએ ગત રાત્રે પોતાના ઘરે હોલમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંતિમ પગલું ભરતા પહેલા તેણે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં પોતાની મરજીથી પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, તિરૂપતિ સોસાયટી શેરી નં.1માં રહેતી માનસી રાજેશભાઈ ગઢીયા (ઉ.વ.21) એ પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. યુવતીએ એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં માતા અને ભાઈની માફી માંગી છે. તેણી સીએની પરિક્ષામાં નપાસ થતા હતાશા અને ડીપ્રેશનમાં આવી પગલું ભરી લીધાનું તેની સ્યુસાઈડનોટ પરથી તારણ કાઢવામાં આવી રહ્યું છે. આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, માનસી ગઢીયા સીએની પરિક્ષા માટે તૈયારી કરતી હતી. ગઈકાલે રાત્રે 12.30 વાગ્યા સુધી તે વાંચન કરતી હતી. સુઈ જવાનું કહીં તેના માતા સુવા ચાલ્યા ગયા હતા. પછી સવારે ઉઠીને જોયું તો માનસી ઘરના આગળના હોલમાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતી જોવા મળી હતી. તેને નીચે ઉતારી 108માં જાણ કરતાં 108ના તબીબે મૃતજાહેર કરી હતી અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.પરિવારની પુછપરછ જાણવા મળેલ કે, પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી છતાં દીકરીને સીએનું ભણાવતા હતાં. મૃતકના પિતા રાજેશભાઈને ઘર પાસે જ પાનની દુકાન છે તેણી બે ભાઈ એક બહેનમાં નાની હતી.થોડા દિવસથી તે ડીપ્રેશનમાં રહેતી હતી.ડોકટરને બનાવતા તેણે ઓવરથીંકીંગ કરવાની ના કહી હતી. જો કે પરિક્ષાને લઈ માનસી સતત વિચારતી રહેતી હતી. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવના પગલે યુવતીના પરિવારમાં કલ્પાંત છવાયો હતો.એકની એક દીકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.ઉલ્લેખનીય છે કે ભણતરના ભારને કારણે અનેક વિદ્યાર્થીઓએ જિંદગી ટુંકાવી લીધી હોવાની ઘટના અગાઉ પણ સામે આવી છે ત્યારે વધુ એક યુવતીએ અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યુ છે.લ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર