મંગળવાર, મે 21, 2024

ઈ-પેપર

મંગળવાર, મે 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર, 32 બ્રાન્ચ ધરાવતી વધુ એક મોટી બેન્ક ડૂબી

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર, 32 બ્રાન્ચ ધરાવતી વધુ એક મોટી બેન્ક ડૂબી

વોશિંગટન : એક તરફ જ્યાં ચીનમાં બેન્કિગથી લઈને રિયલ એસ્ટેટની કટોકટી ચરમસીમાએ છે તો બીજી તરફ અમેરિકામાં પણ બેન્કિગ કટોકટી વધુ ઘેરી બનતા હાલત ખરાબ બની છે. રિપબ્લિક ફર્સ્ટ બેન્ક તેનું તાજુ ઉદાહરણ બની ગયું છે. ચાલુ વર્ષની આ પહેલી અમેરિકન બેન્ક છે જે નાદાર થઈ ગઈ છે. અગાઉ ગત વર્ષે ઘણી બેન્કો નિષ્ફળ ગઈ હતી. રિપોર્ટ અનુસાર, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC)એ તમામ ખામીઓને હાઇલાઇટ કર્યા બાદ સીઝ કરી છે.

એક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, અમેરિકન બેન્કિગ ક્ષેત્ર માટે આ વર્ષના પહેલા સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગયા શુક્રવારે, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પ (FDIC)એ જણાવ્યું હતું કે અમેરિકન નિયમનકારોએ રિપબ્લિક ફર્સ્ટ બેન્કોર્પને સીઝ કરી દીધી છે અને આને ફુલટન બેન્કને વેચવા માટે સંમત થયા છે.

પેન્સિલવેનિયા, ન્યુ જર્સી અને ન્યુયોર્કમાં કાર્યરત ક્ષેત્રીય બેન્ક રિપબ્લિક ફર્સ્ટ બેન્ક વિશે FDICએ જણાવ્યું છે કે 31 જાન્યુઆરી, 2024 સુધીમાં, આ બેંક પાસે 6 અરબ ડૉલરની સંપત્તિ અને લગભગ 4 અરબ ડૉલરની થાપણો હતી. આ બેન્કની નિષ્ફળતા બાદ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ફંડને લગભગ 667 મિલિયન ડોલરનો બોજ ઉઠાવવો પડી શકે છે.

આ રીતે બેન્કોની નિષ્ફળતા પાછળ ઘણા કારણો છે, પરંતુ તેમાંથી સૌથી મોટું કારણ મિલકત સામે લીધેલી બાકી લોનના મૂલ્યમાં સતત ઘટાડો છે. નોંધનીય છે કે વ્યાજ દરો (US Policy Rate)ના ઉચ્ચ સ્તરે રહેવા અને કોમર્શિયલ રિયલ એસ્ટેટની વેલ્યૂમાં સતત ઘટાડાથી ઘણી ક્ષેત્રીય અને કમ્યુનિટી બેન્કો માટે નાણાકીય જોખમ વધ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર