શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનઅરિજીત સિંહે પોતાના કોન્સર્ટમાં પાકિસ્તાની અભિનેત્રીની માંગી માફી, શા માટે?જાણો

અરિજીત સિંહે પોતાના કોન્સર્ટમાં પાકિસ્તાની અભિનેત્રીની માંગી માફી, શા માટે?જાણો

દુબઇ : દુબઈમાં અરિજીત સિંહના લાઈવ કોન્સર્ટનો પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન આનંદ માણતી જોવા મળી હતી. જ્યાં તેણીને જોયા બાદ અરિજીત સિંહે માહિરા ખાનની બોલિવૂડ ફિલ્મ ‘ઝાલિમા’નું એક ગીત ગાયું અને પછી તેની માફી માંગી હતી. અરિજીત સિંહ અને માહિરા ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, અરિજીત સિંહ પોતાના કોન્સર્ટમાં માહિરા ખાનને પહેલી નજરે ઓળખી શક્યો ન હતો. તેથી માહિરા ખાનને જોયા બાદ સિંગર અરિજીત સિંહે તેના કોન્સર્ટમાં તેની માફી માંગી હતી અને તેના માટે ‘ઝાલિમા’ ગીત ગાયું હતું. વાયરલ વીડિયોમાં ગાયક અરિજીત દર્શકોને અભિનેત્રી વિશે કહેતો જોવા મળે છે. પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની દુનિયાભરમાં મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. માહિરા શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’માં લીડ રોલમાં જોવા મળી હતી.

અરિજીત સિંહે પાકિસ્તાની અભિનેત્રી માટે ગાયું ગીત

આ વાયરલ વીડિયો પ્રિન્સેસ સિપ્રાએ શેર કર્યો હતો, જેમાં જોવા મળે છે કે, અરિજીત સિંહ દર્શકો સાથે માહિરા ખાનનો પરિચય કરાવે છે. સિંગર માહિરાને પહેલી નજરે ઓળખી શકતા નથી. વીડિયોમાં ગાયકને એવું કહેતા સાંભળી શકાય છે કે, ‘તમે લોકો આશ્ચર્યમાં હશો, શું હું જાહેર કરું… પરંતુ મારે કંઈક અલગ રીતે જાહેર કરવું જોઈએ. શું આપણે ત્યાં કેમેરા ફેરવી શકીએ છીએ? હું આ વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મને યાદ આવ્યું કે મેં તેમની ફિલ્મ માટે એક ગીત ગાયું હતું.

કયા કારણસર અરિજીત સિંહે માફી માંગી?

વાયરલ વીડિયોમાં સિંગરને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન માટે ગીત ગાતો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ તેને તેણીની માફી પણ માંગી હતી. અરિજીત સિંહ કહે છે કે, ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, માહિરા ખાન મારી સામે બેઠી છે. હું જે ગીત ‘ઝાલિમા’ ગાતો હતો તે તેમની ફિલ્મનું ગીત છે. તે ઊભી હતી તેથી હું તેને ઓળખી શક્યો નહીં. માફ કરજો મેડમ. અહીં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.’

પાકિસ્તાની અભિનેત્રીનું બોલિવૂડ ડેબ્યુ

માહિરા ખાન ‘હમસફર’, ‘બિન રોયે’, ‘હમ કહાં કે સચ્ચે વે’, ‘રઝિયા’ જેવા લોકપ્રિય પાકિસ્તાની શો અને શ્રેણીઓ માટે જાણીતી છે. તેણીએ 2016માં શાહરૂખ ખાનની સામે એક્શન-થ્રિલર ‘રઈસ’ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો, જે પછી ભારતમાં પણ તેની ફેન ફોલોઈંગ વધી હતી. થોડા સમય પહેલા માહિરા ખાન તેની પ્રેગ્નન્સીની અફવાઓને લઈને ચર્ચામાં હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર