રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમનપાને એક મહિનામાં મિલકત વેરા પેટે કુલ રૂ.103.37 કરોડની આવક

મનપાને એક મહિનામાં મિલકત વેરા પેટે કુલ રૂ.103.37 કરોડની આવક

રોકડમાં વેરો ભરનારા ઘટ્યા, ઓન લાઇન વધ્યા : 1,64,449 કરદાતાઓેએ વળતર યોજનાનો લાભ લીધો: મનપાએ રૂ.11.21 કરોડનું વળતર ચુકવ્યું

(આઝાદ સંદેશ) રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને વેરા વસુલાત સામે વળતર આપવાની યોજના અમલમાં છે ત્યારે છેલ્લા એક જ મહિનામાં જ 1,64,449 કરદાતાઓએ રૂ.103.37 કરોડનો મિલકતવેરો ભરપાઇ ર્ક્યો છે. આ સામે મહાનગરપાલિકાએ રૂ. 11.21 કરોડનું વળતર ચુકવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 8 એપ્રિલથી મિલકતવેરા ધારકોને વેરાની ભરપાઇ સાથે વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શરૂઆતથી જ મિલકતધારકો વળતર યોજનાનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે. અને, તા. 7 મે સુધીમા એક મહિના દરમિયાન 1,64,449 મિલકતધારકોએ રૂ.103.37 કરોડનો વેરો ભરપાઇ ર્ક્યો છે. આમાં રૂ.12.82 કરોડ ચેક મારફત, રૂ.21.71 કરોડ રોકડા ભરપાઇ થયા છેે જ્યારે, રૂ. 68.76 કરોડ ઓનલાઇન ભરપાઇ થયા છે. આ સામે મહાનગરપાલિકાએ અર્લીબર્ડ સ્કીમ હેઠળ રૂ. 11.21 કરોડનું વળતર ચુકવ્યું છે.
વેરા વળતર યોજના મુજબ તા. 31 મે સુધી પુરૂષ કરદાતાઓને 10 ટકા તેમજ મહિલા કરદાતાઓને 15 ટકા વળતર મળશે. ઓનલાઇન વેરો ભરનારા પુરૂષ કરદાતાને 11 ટકા અને મહિલા કરદાતાને 16ટકા વળતર ચુકવાશે. જે પ્રમાણિક કરદાતાઓ સળંગ ત્રણ વર્ષથી ઓનલાઇન વેરો ભરપાઇ કરી રહ્યા છે.
તેઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1 ટકા પુરૂષ કરદાતાને કુલ 12 ટકા અને મહિલાને કુલ 17 ટકા વળતર ચુકવાશે. જ્યારે, 40 ટકા થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ 5 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022-23માં મહાનગરપાલિકાએ રૂ. 321.62 કરોડની વેરાની વસૂલાત કરી હતી. જેની સાપેક્ષમાં વર્ષ 2023-24માં રૂ.365.49 કરોડ જેવી રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં ઓલટાઈમ હાઈ વસૂલાત કરવામાં આવી છે. 2023-24ના વર્ષમાં 3,95,531 કરદાતાઓએ ટેક્સ ચૂકવ્યો હતો. વર્ષ 2023-24 દરમિયાન ઓનલાઈન ટેક્સ પેમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ થઇ હતી. વર્ષ 2018-19માં રૂ.40.70 કરોડની ટેક્સ વાસૂલ્ત ઓનલાઈન થઇ હતી જેની તુલનાએ વર્ષ 2023-24માં રૂ. 175 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી હતી. જે વર્ષ 2024-25ના પહેલા જ મહિનામાં 68.76 કરોડ ભરપાઇ થયો છે. લ

ગત વર્ષની તુલનામાં ચેકથી વધુ વેરો ભરાયો

વર્ષ 2023-24ની તુુલનામા આ વર્ષે રોકડ વેરો ભરનારા ઘટ્યા છે. અને ઓનલાઇન ભરનારા વધ્યા છે. વર્ષ 2023-24ના એપ્રિલથી મે માસના એક મહિનાના સમયમાં 22.51 કરોડનો વેરો રોકડમાં ભરાયો હતોે. આ સામે વર્ષ 2024-25માં રૂ.21.71 કરોડ રોકડરૂપે વેરો ભરાયો છે. આ સામે ઓનલાઇન વેરો ભરનારા વધ્યા છે. ગત વર્ષે એક મહિનામાં 58.08 કરોડ ઓનલાઇન ભરાયા હતા આ સામે આ વષૈ રૂ. 10.68 કરોડ વધુ એટલે કે રૂ. 68.76 કરોડ ઓનલાઇન ભરાયા છે.ગત વર્ષ દરમિયાન 1,55,610 લોકોએ પ્રથમ એક મહિનામાં વેરો ભરપાઇ ર્ક્યો હતો આ સામે આ વર્ષે 8,839 વધુ એટલેકે 1,64,449 કરદાતાઓએ વેરો ભરી દીધો છે. મહાનગરપાલિકાએ ગત વર્ષ કરતા 1.85 કરોડનું વળતર પણ વધુ ચુકવ્યુ છે. ગત વર્ષે રૂ.9.3 કરોડનો વેરો ચેક મારફત ભરપાઇ થયો હતો. આ વર્ષે રૂ.3.52કરોડ વધુ એટલે કે 12.82 કરોડનો વેરો ચેક મારફત ચુકવાયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર