શનિવાર, મે 11, 2024

ઈ-પેપર

શનિવાર, મે 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઆજીડેમ ચોકડી પાસે શ્રમિકને રિક્ષા ગેંગ ભટકાઇ ખિસ્સામાંથી રૂ.41 હજાર રોકડ કાઢી...

આજીડેમ ચોકડી પાસે શ્રમિકને રિક્ષા ગેંગ ભટકાઇ ખિસ્સામાંથી રૂ.41 હજાર રોકડ કાઢી લીધા

મહિકા ગામના પાટિયા પાસે રહેતા અરવિંદભાઇ નાયકા (ઉ.વ.50) છોટાઉદેપુર વતન જવા નીકળ્યા’તા : આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં રીક્ષા ગેંગનો તરખાટ યથાવત રહ્યો હોય તેમ ફરીવાર રીક્ષા ગેંગ ઝળકી હતી અને શ્રમિકને નિશાન બનાવ્યા હતા. મહીકા ગામના પાટીયા પાસે વાડીએ રહેતા શ્રમિક પોતાના વતન છોટા ઉદેપુર જવા રીક્ષામાં બેઠા અને તેમાં સવાર ત્રણ શખસોએ શ્રમિકના ખીસ્સામાં રહેલ રૂા.41 હજાર તફડાવી નાસી છુટતા આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મહિકા ગામના પાટીયા પાસે ભારત પેટ્રોલ પંપની પાછળ મામાસાહેબના ખીજડા પાસે ખેડૂત દિનેશભાઇ સીયાણીની વાડીએ રહેતા મુળ છોટા ઉદેપુરના બોડેલીમાં રહેતા અરવિંદભાઇ ગોવિંદભાઇ નાયકા (ઉ.50)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઓટો રીક્ષા નં.જીજે-03સીટી-0050ના ચાલક તેમજ તેની પાછળ બેસેલ અજાણ્યા ત્રણ શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી વાડીના મકાનમાં રહી ખેતીકામ કરે છે. ગઇકાલે વતનમાં માતાજીના હવનમાં જવાનું હોય જેથી તેના શેઠ પાસેથી રોકડા રૂા.60 હજાર લીધેલ અને રાત્રીના સાડા આઠ વાગ્યાની એસટી બસ હોય જેથી બસ સ્ટેશન જવા માટે તેના ભત્રીજા સાથે મહીકા ગામના પાટીયે ઉભાહતા અને ઓટો રીક્ષાની રાહજોતા હતા. દરમિયાન ત્રંબા તરફથી એક ઓટો રીક્ષા આવેલ અને તેને ઉભી રાખી એસટી બસ સ્ટેશન જવાનું કહેલ અને તે રીક્ષામાં પાછળની સીટમાં ત્રણ વ્યક્તિ બેઠેલ હતા. તેમાંથી એક વ્યક્તિ ઉતરેલ અને તેઓ બંન્નેને વચ્ચે બેસવાનું કહેતા તેઓ રીક્ષાની પાછળની સીટમાં વચ્ચે બેસી ગયેલ હતા. ત્યારબાદ રીક્ષા ચાલકે લકીરાજ પાર્ટી પ્લોટથી આગળ, મોગલ માતાજીના મંદિર સામે રોડ ઉપર પહોંચતા તેની રીક્ષા ઉભી રાખેલ અને તેઓને જણાવેલ કે, મારે ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાનું છે તમે બંન્ને નીચે ઉતરી બીજી રીક્ષામાં જતા રહો જેથી તેઓ નીચે ઉતરી ગયેલ અને નીચે ઉતરી ખીસ્સામાં જોતા તેમાં રાખેલ રોકડા રૂા.41 હજાર જોવામાં આવેલ નહીં અને તુરંત રીક્ષાના નંબર જોતા નં. જીજે-03સીટી-0050 જોવામાં આવેલ હતા. તેઓના ખીસ્સામાં રહેલ રોકડા રૂા.41 હજારની રીક્ષા ગેંગ તફડંચી કરી નાસી છુટતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે રીક્ષાગેંગની શોધખોળ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર