શનિવાર, ઓગસ્ટ 2, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 2, 2025
Download App
google-play

ઈ-પેપર

HomeબિઝનેસGoogle સર્ચ એન્જિનનો લાભ ફ્રીમાં લઈ શકાશે નહિં! પ્રીમિયમ ફીચર્સ પર ચાર્જ...

Google સર્ચ એન્જિનનો લાભ ફ્રીમાં લઈ શકાશે નહિં! પ્રીમિયમ ફીચર્સ પર ચાર્જ ચૂકવવો પડશે

નવી દિલ્હી : ગુગલ સર્ચ પર આગામી સમયમાં મફતમાં સર્ચ કરી શકાશે નહિં. અત્યારસુધી ફ્રીમાં સર્ચ સર્વિસ આપતા ગુગલે પોતાની પોલિસીમાં ફેરફાર કરવા નિર્ણય લીધો છે. કંપની પ્રીમિયમ ફીચર્સ પર ચાર્જ લાગૂ કરવા વિચારી રહી છે. જેની મદદથી એઆઈ આધારિત પરિણામો પ્રાપ્ત કરી શકાશે. થોડા સમય પહેલાં જ કંપનીએ ગુગલ સર્ચની સાથએ જનરેટિવ એઆઈનું સ્નેપશોટ ફીચર એક્સપિરિમેન્ટલ લોન્ચ કર્યુ હતું.

આ ફીચરની મદદથી યુઝર્સ દ્વારા સર્ચ કરવામાં આવેલા ટોપિક વિશે એઆઈ સર્ચ પરિણામો આપશે. જે યુઝર્સને શ્રેષ્ઠ કન્ટેન્ટ પ્રદાન કરશે. એઆઈ સર્ચ પર ટોપિક વિશે સારાંશમાં માહિતી આપવામાં આવશે, અને સમગ્ર વિગતો જાણવા માટે યુઝરે ચાર્જ ચૂકવવો પડશે. ગુગલ સર્ચ મારફત મોટી કમાણી કરે છે, પરંતુ ChatGPT આવ્યા બાદ કંપનીના બિઝનેસ પર અસર થઈ છે. દોઢ વર્ષ પહેલાં લોન્ચ થયેલા આ પ્લેટફોર્મના લીધે ગુગલ સર્ચનો બિઝનેસ પડી ભાંગવાના ભયના કારણે કંપની પોતાના બિઝનેસ મોડલમાં મોટો ફેરફાર લાવવા વિચારી રહી છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિનિયર્સ આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. પરંતુ કંપની એક્ઝિક્યુટીવ્સે આ મામલે હાલ અંતિમ નિર્ણય લીધો નથી. કંપનીનું ટ્રેડિશનલ સર્ચ એન્જિન અગાઉની જેમ ફ્રી રહેશે, કંપની સબ્સક્રાઈબર્સને પણ એડ દેખાડવા પર વિચારી રહી છે.

ગુગલે સર્ચ અને સર્ચ સંબંધિત એડ્સ મારફત ગત વર્ષે 175 અબજ ડોલરની કમાણી કરી હતી. જે તેની કુલ કમાણી કરતાં અડધી છે. ગત વર્ષે મેમાં ગુગલે એઆઈ પાવર્ડ સર્ચ એન્જિન પર કામગીરી શરૂ કરી હતી. જો કે, બ્રાન્ડ આ ફીચરને તેના મુખ્ય સર્ચ એન્જિન સાથે જોડવા માગતી નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર