શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયએક મહિનામાં પાકિસ્તાનમાં આતંકી હુમલાની ૭૭ ઘટનાઓ, ૭૦નાં મોત

એક મહિનામાં પાકિસ્તાનમાં આતંકી હુમલાની ૭૭ ઘટનાઓ, ૭૦નાં મોત

નવી દિલ્હી : ઇસ્લામાબાદ સ્થિત એક થિંક ટેંકના સુરક્ષા આકારણી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માર્ચ મહિનામાં ૫૬ આતંકવાદી હુમલા થયા પછી એપ્રિલમાં પાકિસ્તાનમાં અલગ અલગ સ્થળોએ ૭૭ હુમલા થયા જેમાં ૭૦ લોકોનાં મોત થયા હતાં.

પાકિસ્તાનના અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન ઇનસ્ટીટયૂટ ફોર કોન્ફલિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (પીઆઇસીએસએસ)ના રિપોર્ટ અનુસાર હુમલામાં ખૈબર પુખ્તુન્વામાં મોટા પાયે નુકસાન થયું છે.આ હુમલામાં ૩૫ નાગરિક અને ૩૧ સુરક્ષા કર્મી સહિત ૭૦ લોેકોનાં મોત થયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હુમલા દરમિયાન ચાર આતંકીઓનાં મોત થયા છે, ૩૨ નાગરિક અને ૩૫ સુરક્ષા કર્મી હુમલામાં ઘાયલ થયા છે.માર્ચમાં ૫૬ આતંકવાદી હુમલા થયા હતાં જેમાં ૭૭ લોકોનાં મોત થયા અને ૬૭ લોકો ઘાયલ થયા હતાં. આનાથી પાકિસ્તાનમાં આતંકી હુમલામાં ૩૮ ટકા વૃદ્ધિના સંકેત મળે છે.

જો કે મૃત્યુ દરમાં ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જો કે ઘાયલોની સંખ્યામાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. સુરક્ષા રિપોર્ટમાં સમગ્ર મહિનામાં સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પણ રેખાંકિત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૫૫ શંકાસ્પદ આતંકીવાદીઓનાં મોત થયા હતાં અને ૧૨ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બાશમ આત્મઘાતી હુમલાના દોષિત પણ સામેલ છે.રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપ્રિલમાં થયેલા આતંકવાદી હુમલાઓ પૈકી ૭૩ ટકા હુમલા ખૈબર પુખ્તુન્વામાં થયા હતાં. પ્રાંતના આદિવાસી જિલ્લાઓ પણ હુમલાના શિકાર થયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર