રવિવાર, મે 12, 2024

ઈ-પેપર

રવિવાર, મે 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટહડમતાળા જીઆઈડીસીના કારખાનાના ચકચારી મર્ડર કેસમાં 6 આરોપીઓ નિર્દોષ : છોડી મુકવા...

હડમતાળા જીઆઈડીસીના કારખાનાના ચકચારી મર્ડર કેસમાં 6 આરોપીઓ નિર્દોષ : છોડી મુકવા આદેશ

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા પાસે આવેલ પેન્ટાગોન ફોર્જિંગમાં કેન્ટીન વિભાગમાં નોકરી કરતો ગુજરનાર શંકરે ઓફિસમાં ચોરી કરવા પ્રયાસ કરતા કારખાના માલીક સહિતનાઓએ ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપથી માર મારતા મુત્યુ નિપજતા તે ખુનના ગુન્હાના કામે ધરપકડ પામેલ (6)છ આરોપીઓને ગોંડલના મહે. એડી. સેસન્સ જજે નીર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.
કેસની હકિકત જોઈએ તો પેન્ટાગોન કારખાનામાં કેન્ટીન વિભાગમાં ફરીયાદીની સાથે કામ કરતો શંકરરામ કે જે રાતે કારખાનામાં ઓફિસમાં આટા મારતો સી.સી.ટી.વી. કેમેરામાં જોવામાં આવતા કારખાનામાં ચોરી કરેલની શંકા જતા આરોપીઓએ રસોડામાંથી શંકરને બહાર લાવી ગ્રાઉન્ડમાં ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપથી માર મારતા શંકરના ગામના જ લક્ષ્મણસિંહે તેને ગામના અન્ય કારખાનામાં કામ કરતા વ્યક્તિ બોલાવતા તેઓ આવી મોટર સાઈકલમાં શંકરને બેસાડી લઈ ગયેલ બાદ સાંજના શંકરની લાશ મળતા આરોપીઓ (1) રવિ કાલરીયા (2) શૈલેષ ફૌજી (3) અક્ષય ઉર્ફે ભાણો (4) વિનોદભાઈ (5) અશોકભાઈ રૈયાણી (6) આશિષભાઈ ટીલવા સામે આડેધડ માર મારી ગંભીર મોરણોતર ઈજા કરી જાનથી મારી નાખી હત્યા કરી નાખી બનાવ ના સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડીંગ કાઢી નાખી પુરાવાનો નાશ કરવા સંબંધે તેજ કારખાનામાં કામ કરી રહેલ લક્ષ્મણસિંહ મોહનસિંહ ચૌહાણએ ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ જે કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે 11 મૌખીક પુરાવો તથા 32 દસ્તાવેજી પુરાવો રજુ કરી કેસ ની:શંક પણે પુરવાર કરેલ હોવાનુ જણાવી આરોપીઓને સજા કરવા રજુઆતો કરવામા આવેલ.
આરોપીઓ તરફે રોકાયેલ એડવોકેટ સુરેશ ફળદુ તથા પરેશ રાવલ દ્વારા રજુઆત કરવામા આવેલ કે ફરીયાદી, સાહેદો, પંચોના પુરાવામા વિસંગતતા છે એફ.એસ.એલ. માથી પરીક્ષણ થઈ આવેલ સી.સી.ટી.વી. ફુટેજમા માર મારતા હોવાનુ રીડ્રાઈવમા આવેલ નથી પી.એમ. કરનાર ડોકટરને પુરાવામાં 10 ઈજાઓ પૈકી 3 તાજી અને 7 ઈજાઓ 3 દિવસ પહેલાની હતી જે 7 ઈજાઓનો ખુલાસો રેકર્ડ પર આવેલ નથી પ્રોસિકયુશન પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરવાની જવાબદારી છે આરોપીઓ સામેનુ તહોમત શંકાથી પર પુરવાર થઈ શકેલ નથી કે આરોપી સામે શંકાની આંગળી ચીંધી શકાય તેટલો પણ પુરાવો રેકર્ડ પર આવેલ નથી ત્યારે આરોપીઓને સજા થઈ શકે નહી નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઈએ તેવી રજુઆતો કરવામા આવેલ.
બંને પક્ષે કરવામા આવેલ દલીલો તથા રેકર્ડપરનો પુરાવો લક્ષે લેતા ફરીયાદી, સાહેદો તથા પંચોના પુરાવાઓનુ વિશ્ર્લેષણ કરતા પુરાવાઓમા વિસંગતતા જણાય છે બનાવ સ્થળેથી ત.ક.અધીકારી દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ કબજે કરવામાં આવેલ તથા પુરાવાનો નાશ કરવા ફોનમા થયેલ વાતચીત અન્વયે ફોન કબજે કરવામાં આવેલ જે એફ.એસ.એલ માથી પરીક્ષણ થઈ આવતા રીડ્રાઈવમા પણ આરોપીઓ ગુજરનારને માર મારતા હોવાનુ રેકર્ડપર આવેલ નથી ઉપરાંત સ્થળપરથી મુદ્દામાલ પ્લાસ્ટીકના પાઈપ કબજે કરવામાં આવેલ તેમા પણ રૂધીરની હાજરી આવેલ નથી ડોકટરના પુરાવામા 10 ઈજાઓ જણાવવામા આવેલ છે જેમા 3 ઈજાઓ તાજી તથા 7 ઈજાઓ 3 દીવસ પહેલાની હોય બોથડ પદાર્થની હોય જે 7 ઈજાઓ આગળની હોવા સબંધેની કોઈ હકીકતો પ્રોસીકયુશન રેકર્ડ પર લાવેલ નથી કારણ કે મૃત્યુનું કારણ 10 ઈજાઓ મૃત્યુ માટે પુરતી હોવાનું ડોકટરે જણાવેલ હોય ત્યારે જુની ઈજાનો ખુલાસો આવશ્યક બની રહેતો હોય સમગ્ર પુરાવો વંચાણે લેવા આરોપીઓએ કાવતરું રચી સમાન ઈરાદો ગુજરનારનુ ખુન કરેલ હોય તેવું તહોમત પુરવાર કરવાની ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ હોવાનુ માની ગોંડલના મહે. એડી. સેસન્સ જજ સાહેબે તમામ 6 આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.
ઉપરોક્ત કામમાં 6 આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, તથા પરેશ રાવલ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ રોકાયેલ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર