ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયસંસદનું બજેટ સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ રજૂ થશે આર્થિક સર્વે

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ રજૂ થશે આર્થિક સર્વે

બજેટ સત્રની શરૂઆત આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના સંબોધનથી થશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને કારણે સંસદ ચાલશે નહીં. સરકારે બજેટ સત્ર માટે 16 બિલની યાદી તૈયાર કરી છે.

આજે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ સંસદને સંબોધન કરવા માટે પરંપરાગત ગાડીમાં સંસદ ભવન પહોંચશે. તેઓ સવારે 11 વાગ્યે બોલશે. આ પછી આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને કારણે સંસદ ચાલશે નહીં.

બજેટ સત્ર માટે સરકારે વક્ફ સુધારા બિલ, ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ સહિત 16 બિલની યાદી તૈયાર કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે આર્થિક સર્વે 2024-25 રજૂ કરશે. આ સમીક્ષા મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની આગેવાની હેઠળની ટીમે તૈયાર કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરશે. શુક્રવારે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે થશે. સત્રનો પ્રથમ ભાગ ૧૩ ફેબ્રુઆરીએ અને બીજો ભાગ ૧૦ માર્ચથી શરૂ થશે.

બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક

બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં કુંભનો મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષે રાજકીય પર્યટન અને વીવીઆઈપી વ્યવસ્થાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે કુંભ દુર્ઘટના પર સંસદમાં ચર્ચાની માંગ કરી હતી અને સરકાર પર મૃતકોની સંખ્યા જાહેર ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત જેપીસી વકફ પર જે રીતે કામ કરી રહી છે તેના પર વિપક્ષના સાંસદોએ સવાલ ઉઠાવ્યા હતા.

આ સાથે વિપક્ષી દળોએ સંસદ સત્રમાં બંધારણ, આર્થિક સ્થિતિ, રોજગાર, મણિપુર, રૂપિયાના અવમૂલ્યન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી. સર્વપક્ષીય બેઠકમાં 36 પક્ષોના 52 નેતાઓ હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર