રવિવાર, ઓક્ટોબર 13, 2024

ઈ-પેપર

રવિવાર, ઓક્ટોબર 13, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયસ્પેસ સ્ટેશનમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સને લઈને સારા સમાચાર, આ નવો વીડિયો જોઈને...

સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સને લઈને સારા સમાચાર, આ નવો વીડિયો જોઈને દિલ થઈ જશે ખુશ

નાસાએ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સાથે ક્રૂનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે. નાસાએ કહ્યું છે કે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ સ્પેસ સ્ટેશન પર આવી ગઇ છે. સ્પેસએક્સે શનિવારે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. આ મિશનના માધ્યમથી બે યાત્રી આવતા વર્ષે સ્વદેશ પરત ફરશે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં ફસાયેલા ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે પૃથ્વી તરફ જવાનો રસ્તો સાફ કરી દીધો છે. મહિનાઓ સુધી રાહ જોયા બાદ નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રોસકોસ્મોસ કોસ્મોનોટ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોરબુનોવ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ મારફતે આઇએસએસ પહોંચ્યા હતા. વિલિયમ્સ અને બુચે સ્પેસએક્સના ક્રૂનું સ્વાગત કર્યું હતું.

નાસાએ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સાથે ક્રૂનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં બંને મુસાફરો માઇકને સંબોધિત કરે છે અને હેગ અને ગોર્બુનોવનું સ્વાગત કરે છે. સુનિતા અને બુચ બંને અવકાશયાત્રીઓ જૂન ૨૦૨૪ થી અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલા છે. સ્પેસએક્સે શનિવારે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. આ મિશનના માધ્યમથી બે યાત્રી આવતા વર્ષે સ્વદેશ પરત ફરશે.

નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, હેગ અને ગોર્બુનોવ સાંજે 7:04 વાગ્યે ઇડીટી પર સ્પેસ સ્ટેશન અને પ્રેશરાઇઝ્ડ મેટિંગ એડેપ્ટર વચ્ચેનું હેચ ખોલ્યા બાદ આઇએસએસમાં પ્રવેશ્યા હતા. નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિક, માઇકલ બેરેટ, જીનેટ એપ્પ્સ, ડોન પેટિટ, બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ તેમજ રોસ્કોસ્મોસ કોસ્મોનોટ્સ એલેક્ઝાન્ડર ગ્રેબેનકિન, એલેક્સી ઓવિચિન અને ઇવાન વેગનરને સ્પેસ સ્ટેશનના એક્સપિડિશન 72 ક્રૂએ આવકાર્યા હતા.

નાસાએ શું કહ્યું?

નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટરે X (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ‘ઓફિશિયલ વેલકમ! એક્સપિડિશન 72 ક્રૂએ ક્રૂ 9નું સ્વાગત કર્યું હતું. સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં ઉડાન ભર્યા બાદ નાસાના અવકાશયાત્રી નિક હેગ, ક્રૂ 9 કમાન્ડર અને અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ ક્રૂ 9 મિશન સ્પેશિયાલિસ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂનથી જ આઇએસએસમાં છે. આ જોડી 5 જૂનના રોજ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં તેમની પ્રથમ ક્રૂ ફ્લાઇટ માટે રવાના થઇ હતી, જે 6 જૂનના રોજ સ્પેસ સ્ટેશન પર આવી હતી. સ્ટારલાઇનરને તેના ક્રૂ વિના પૃથ્વી પર પાછા લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અવકાશયાન ૬ સપ્ટેમ્બરના રોજ સફળતાપૂર્વક પાછું ફર્યું હતું.

સુનિતા અને બૂચ આવતા વર્ષે પાછા ફરશે

ઓગસ્ટમાં, નાસાએ કહ્યું હતું કે બૂચ, વિલ્મોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા લાવવાનું ખૂબ જોખમી છે. વિલમોર અને વિલિયમ્સ આ અભિયાનના ભાગ રૂપે ઔપચારિક રીતે તેમનું કાર્ય ચાલુ રાખશે અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાછા ફરશે. નાસાનું આ મિશન એક અઠવાડિયામાં પૂરું થવાનું હતું, પરંતુ હવે તેમાં લગભગ 8 મહિનાનો સમય લાગશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર