આઝાદ સંદેશ, 12 જૂન 2025 – ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદના એંધાણ છે. હવામાન વિભાગના અંદાજ મુજબ રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, છતાં પશ્વિમી પવનો અને વધેલા ભેજના લીધે આ તકલીફરૂપ માહોલ સર્જાયો છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે તાપમાનમાં ખાસ કોઈ ઘટાડાની શક્યતા ન હોવાથી ગરમીમાં ખાસ ઘટાડો જોવા મળવાનો નથી. આમ છતાં વાતાવરણમાં ભેજની વધુતા અને વાદળછાયા વાતાવરણના કારણે સામાન્ય તપસ અનુભવાઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા-નગરહવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગે વધુમાં ઉમેર્યું હતું કે 15 જૂન બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની સંપૂર્ણ શક્યતા છે. તેથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે