બુધવાર, નવેમ્બર 6, 2024

ઈ-પેપર

બુધવાર, નવેમ્બર 6, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટભાડાવાળી દુકાનનો ખાલી કબ્જો દિવસ-30 માં સોપી આપવાનો હુકમ

ભાડાવાળી દુકાનનો ખાલી કબ્જો દિવસ-30 માં સોપી આપવાનો હુકમ

(આઝાદ સંદેશ),રાજકોટ: આ કેસની હકીકત એવી છે કે રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ ઉપર પટેલ નગર શેરી નં-3 માં રીનાઉન એસ્ટેટ તરીકે ઓળખાતી મિલ્કત બાબુલાલ નાગજીભાઈ પટેલની માલીકીની આવેલ તે મિલ્કત મહે ની. એક દુકાન નં.-3 વલ્ભભાઈ બચુભાઈ સાંગાણીને ભાડે આપેલ જે સાઠ વાળી જગ્યા પ્રતિવાદી વલ્લભભાઈ બચુભાઈ સાંગાણી ઉપયોગ કરતા ના હોય એટલે કે નોનયુઝ આવેલ હોય અને પ્રતિવાદી વલ્લભભાઇ બચુભાઈ સાંગાણી તે ભાડાવાળી દુકાનની બાજુમાં પોતાની માલીકીની દુકાન આવેલ હોય તેમા ધંધો કરતાં હોય અને ભાડાવાળી જગ્યા નોનયુઝ હોય તેથી વાદી બાબુલાલ નાગજીભાઇ પટેલ દ્વારા તેમના એડવોકેટ દિપક સી. વ્યાસ મારફત દુકાનનો ખાલી કબજો મળવા દાવો દાખલ કરેલ, દાવો થતાની સાથે જ વાદી દ્વારા ભાડાવાળી દુકાનનું પંચનામું કરવામાં આવેલ તેમજ ભાડાવાળી જગ્યા અને પ્રતિવાદી માલીકીની દુકાનનાં ફોટોગ્રાફ રજું કરવામાં આવેલ તેમજ ઙ.ૠ.ટ.ઈ.કને પણ સાહેદ તરીકે તપાસવામાં આવેલ.
પ્રતિવાદી દ્વારા ખોટા વાંધા લેવામાં આવેલ કે, ભાડાવળી જગ્યામાં તેઓ ધંધો કરે છે અને તે અન્વયેના બિલ વિગેરે દસ્તાવેજો રજુ કરેલ વાદીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે દાવો દાખલ થતા પહેલા છ માસથી વિશેષ સમયથી સતત ભાડાવાળી દુકાન નોનયુઝ છે. તે અન્વયે કોર્ટ દ્વારા થયેલ પંચનામું તેમજ ઈલેકટ્રીક કનેક્શન યુનિટ અન્વયે વિગેરે પુરાવા ઉપર દલીલ કરવામાં આવેલ પ્રતિવાદી દ્વારા જે દસ્તાવેજો રજુ કરવામાં આવેલ તે ભાડાવાળી જગ્યાનાં નવી અને પોતાની મલિકીની દુકાનના દસ્તાવેજો ખપાવવા ખોટા રજું કરેલ છે વિગેરે વાદીના એડવોકેટની દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ ના ચુકાદાઓ રજું કરવામાં આવેલ અને કાયદાકીય જોગવાયો અન્વયે દલીલો કરવામાં આવેલ તે તમામ રજુઆત ધ્યાને લઈ નામદાર સ્મોલ કોઝ કોર્ટનાં જજ એન.એન.દવેએ પુરાવાઓ તેમજ દલીલો ધ્યાને લઈ વાદીનો દાવો મંજુર કરેલ અને પ્રતિવાદી વલ્લભભાઇ બચુભાઈ સાંગાણીએ ભાડાવાળી દુકાનનો ખાલી કબજો -દિવસ-30માં વાદી બાબુલાલ નાગજીભાઇ પટેલને સુપ્રત કરી આપવાનો ચુકાદો આપતા ભાડુઆતમાં ફફડાટ ફેલાયેલ છે. આ કામમાં વાદી બાબુલાલ નાગજીભાઇ પટેલ વતી એડવોકેટ દિપક સી. વ્યાસ તથા નિકુંજ બી. ગણાત્રા રોકાયેલ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર