ગુજરાતમાં વર્ષા સીઝન શરૂઆતથી જ સક્રિય દેખાઈ રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી 6 દિવસ સુધી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, અને ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં પલટાઈ રહેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને લોકો માટે એલર્ટ જાહેર કરાયો છે.અંતર્રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે આજે, 5 જૂન ગુરુવારના રોજ, ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
મોરબીની રફાળેશ્વર GIDCમાં દુર્ઘટના : કલર કંપનીમાં ઊંચાઈ પરથી પડવાથી બે યુવકોના કરુણ મોતમોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, એક કલર કંપનીમાં ઊંચાઈએ પતરાના શેડ પર કામ કરતી વખતે બે યુવકો નીચે પડી ગયા હતા. બંને યુવાનો ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે કંપનીમાં કોઈપણ પ્રકારની સેફ્ટી સુવિધા વગર બંનેને ઊંચાઈએ કામ પર મુકવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણો શોધવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે.