સોમવાર, જૂન 16, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 16, 2025
Download App
google-play

ઈ-પેપર

HomeગુજરાતઅમદાવાદGujarat News: શું સરકારી જમીન પર બનેલી દરગાહ વકફની સંપત્તિ છે? ગુજરાત હાઈકોર્ટે...

Gujarat News: શું સરકારી જમીન પર બનેલી દરગાહ વકફની સંપત્તિ છે? ગુજરાત હાઈકોર્ટે આપ્યો આ આદેશ

Gujarat News: ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા સરકારી જમીન પર બનેલી દરગાહને વકફની સંપત્તિ માનવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે સરકારી જમીન પર બનેલી દરગાહ વક્ફની સંપત્તિ ન હોઈ શકે.

 રાજકોટના આનંદપરા ગામે નેશનલ હાઈવે પર બનેલી 100 વર્ષ જૂની દરગાહને વક્ફની મિલકત તરીકે માન્યતા આપવાનો ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં હાઈવેના વિકાસ માટે દરગાહ હટાવવા માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને પણ ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. આ દરગાહ આણંદપરા ગામમાં નેશનલ હાઇવે 27 પર આવેલી છે. સૂફી સંત હઝરત જલાલ શાહ પીરની આ દરગાહ છે.

કટારિયા ઉસ્માનગની હાજીભાઇ ટ્રસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી.

વાસ્તવમાં કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં ટ્રસ્ટે દરગાહ તોડી પાડવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો હતો. જસ્ટિસ અનિરુદ્ધ પી માયે રાજ્ય સરકારના આ પગલાને યોગ્ય ઠેરવતા ટ્રસ્ટની અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું – સરકારી જમીન વકફની સંપત્તિ નથી

કોર્ટે કેસની સુનાવણી કરતા કહ્યું કે, અરજદાર ટ્રસ્ટ રજિસ્ટર્ડ વકફ છે, પરંતુ આ પછી પણ તે આ જગ્યા પર પોતાની માલિકી સાબિત કરી શકી નથી. કોર્ટે કહ્યું કે સરકારી જમીન પર બનેલી દરગાહને વકફની સંપત્તિ ન ગણી શકાય. કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે નેશનલ હાઇવે એક્ટ, 1956 હેઠળ જમીનને યોગ્ય રીતે હસ્તગત કરી છે.

કોર્ટે કહ્યું કે, રેવન્યૂ ડિપાર્ટમેન્ટના રેકોર્ડમાં આ જમીન સરકારી જમીન છે. હાઈવેના વિકાસને કારણે દરગાહ તોડી પાડવાનો સરકારનો નિર્ણય જરા પણ ખોટો નથી. સરકારનો આ નિર્ણય નિયમ અનુસારનો છે. વાસ્તવમાં ટ્રસ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ દરગાહ સો વર્ષ જૂની છે. દરગાહ વકફની મિલકત તરીકે નોંધાયેલી છે. ટ્રસ્ટે એમ પણ કહ્યું હતું કે આ દરગાહ જર્જરિત હાલતમાં છે અને તેને ફરીથી બનાવવા માગે છે, પરંતુ કોર્ટે તેની અરજી અને દાવાને ફગાવી દીધો હતો અને તેને ગેરકાયદેસર ગણાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર