મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઆયુષ્યમાન યોજનાનાં કૌભાંડી ડો.હિરેન મશરૂનું લાયસન્સ રદ્દ

આયુષ્યમાન યોજનાનાં કૌભાંડી ડો.હિરેન મશરૂનું લાયસન્સ રદ્દ

નિહિત બેબીકેરનો તમામ પ્રકારનો વહિવટ 60 દિવસમાં સમેટી લેવા માટે મેડિકલ કાઉન્સિલ દ્વારા આદેશ કરવામાં આવ્યો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી નીહિત બેબીકેર હોસ્પિટલ ચલાવતા ડો.હિરેન મશરૂએ માનવતાની તમામ હદ વટાવી નાખી હતી. નવજાત બાળકને તપાસ કરવા માટે લઇ જવાય એટલે સ્વસ્થ બાળકને પણ ગંભીર હાલત છે તેવા નકલી રીપોર્ટ બનાવી ખોટી રીતે દાખલ કરાતા હતા. આયુષ્માન કાર્ડ કઢાવી તેની કરોડોની આવક મેળવાતી હતી. નવજાતને ધાત્રી માતાથી દુર રાખવા ફક્ત પૈસા જ કારણભુત હતા. આ કૌભાંડનો પર્દાફાશ થતા ડો.મશરૂ ઉઘાડો પડયો હતો અને સરકારે તપાસ કરીને 6.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ રીપોર્ટ તેમણે ગુજરાત મેડીકલ કાઉન્સીલને આપતા કાઉન્સીલે એક વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
ગુજરાત મેડીકલ કાઉન્સીલની 21મીએ બેઠક મળી હતી જેમાં મશરૂએ કરેલા કાળા કરતુતોની તપાસ રીપોર્ટ અને અન્ય કાગળો ચકાસ્યા હતા. જેને આધારે નિર્ણય લેવાયો હતો કે તેમનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાશે. ડો.મશરૂએ પોતાની ડિગ્રી મેડીકલ કાઉન્સીલમાં જમા કરાવાની રહેશે અને ત્યારબાદ તે પોતાની જાતને ડોક્ટર ગણાવી શકશે નહીં તેમજ પોતાની નેમ પ્લેટમાં ડોક્ટર લખાવી પણ શકશે નહીં. સામાન્ય રીતે કોઇ ગેરરીતિ સબબ ડોક્ટરને બે માસથી છ માસ સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાય છે પણ એક વર્ષનો સમયગાળો ખુબ મોટો ગણાય છે. તેવું તબીબી સુત્રો જણાવી રહ્યા છે.
મહત્વનું છે કે, કાઉન્સીલે પોતાના હુકમમાં કહ્યું છે કે, હિરેન મશરૂએ બાળકોના રીપોર્ટમાં ચેડા કરીને વધારે સમય સુધી દાખલ રાખીને પીએમજેવાય યોજનાના ક્લેમ કર્યા છે. જે ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ 1967ની કલમ 22(1)ની પેટા કલમ સી મુજબ ગંભીર બેદરકારી છે. જેને લઇને ક્લમ 22(1)(બી) મુજબ તેમનું નામ મેડીકલ રજીસ્ટરમાંથીી કમી કરવાનું થાય છે. ડો.મશરૂ હીરેન નટવરલાલ જે જીએમસી એકટ નંબર જી-42543ના 20 ઓક્ટોબર 2009ના એમબીબીએસ તરીકે નોંધાયેલા છે તેમજ 24 એપ્રીલ 2018ના નં.જી-0174 મુજબ વધારાની તબીબી લાયકાત પણ ધરાવે છે. તેમનું નામ મેડકીલ પ્રેક્ટીશનના રજીસ્ટરમાંથી એક વર્ષ માટે કમી કરવાનું રહેશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત મેડીકલ કાઉન્સીલે કરેલા હુકમમાં મશરૂને 60 દિવસ આપવામાં આવ્યા છે. આ સમય દરમિયાન તેણે પોતાના હોસ્પિટલના તમામ વહીવટ સંકેલી, તમામ દર્દીઓને સારવારની વ્યવસ્થા કરવાની રહેશે. ત્યારબાદ 21 ડિસેમ્બર 2024માં સુધીમાં પોતાની ડિગ્રી કાઉન્સીલને સબમીટ કરવાની રહેશે. આ ડિગ્રી તેમને 22 ડિસેમ્બર 2025માં પરત આપવામાં આવશે. ત્યાં સુધી મશરૂ પ્રેક્ટીસ તો દુર પોતાના નામની આગળ ડોક્ટર પણ લખાવી કે પોતાની જાતને ડોક્ટર તરીકેની ઓળખ આપી શકશે નહીં.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર