બુધવાર, મે 27, 2026

ઈ-પેપર

બુધવાર, મે 27, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, વ્યાજખોરી કેસમાં એક કરોડથી વધુની મિલકત ભોગ...

રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, વ્યાજખોરી કેસમાં એક કરોડથી વધુની મિલકત ભોગ બનનારને પરત અપાઈ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નાણાં ધીરધાર અને વ્યાજખોરીના ગુનાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્વારા સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા આરોપી પાસેથી અંદાજે એક કરોડ રૂપિયાથી વધુ કિંમતની વિવિધ વસ્તુઓ કબ્જે કરી હતી અને હવે તે તમામ વસ્તુઓ ભોગ બનનાર લોકોને પરત સોંપવામાં આવી છે.

આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય એસ.પી કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે વ્યાજખોરી અને નાણાં ધીરધારના વ્યવહારો કરીને અનેક લોકોને આર્થિક રીતે હેરાન કરવામાં આવતા હતા. ફરિયાદોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં આરોપી પાસેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો અને કિંમતી માલમિલકત મળી આવી હતી.

પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, વાહનોના RC બુક, બેંકના ચેક, મકાનના મહત્વપૂર્ણ દસ્તાવેજો તેમજ રોકડ રકમ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરીને આ તમામ વસ્તુઓ ભોગ બનનાર લોકોને પરત અપાઈ હતી. પોલીસે જણાવ્યું કે ઘણા લોકો ભય અને દબાણના કારણે આગળ આવતાં નહોતા, પરંતુ પોલીસ દ્વારા વિશ્વાસ અપાતા ફરિયાદીઓ આગળ આવ્યા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ગેરકાયદેસર નાણાં ધીરધાર અને વ્યાજખોરી સામે રાજકોટ ગ્રામ્ય પોલીસ સતત કડક અભિયાન ચલાવી રહી છે. સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરીને અથવા દબાણ દ્વારા સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વ્યાજખોરી અથવા દબાણનો ભોગ બનતા હોય તો તરત પોલીસનો સંપર્ક કરે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોલીસ દ્વારા પરત અપાયેલી વસ્તુઓની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. અંદાજે એક કરોડ સુધીની કિંમતના દાગીના, દસ્તાવેજો અને રોકડ રકમ પરત મળતા ભોગ બનનારાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસની આ કામગીરીને લઈને લોકોમાં પ્રશંસા પણ જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર