શનિવાર, ડિસેમ્બર 14, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટચાર મોબાઇલ કંપનીઓને રૂ.19.53 કરોડનો વેરો ભરવા નોટિસ ફટકારતી મનપા

ચાર મોબાઇલ કંપનીઓને રૂ.19.53 કરોડનો વેરો ભરવા નોટિસ ફટકારતી મનપા

રિલાયન્સ જીઓ, રિલાયન્સ કોમ., બીએસએનએલ અને જીટીએલ કંપનીએ લાંબા સમયથી મોબાઇલ ટાવરનો વેરો ભરપાઇ ર્ક્યો નથી

(આઝાાદ સંદેશ) રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા અને મોબાઇલ કંપનીઓ વચ્ચે ટેક્સના ભારાંક મુદ્દે લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે મહાનગરપાલિકાએ રિલાયન્સ જીઓ સહિત ચાર કંપનીઓનો વર્ષોથી બાકી રહેતો મોબાઇલ ટાવરનો રૂ. 19,53,91,872નો વેરો ભરવા નોટિસ ફટકારી તાકીદે વર્ષોથી બાકી નીકળતો વેરો ભરપાઇ કરવા જણાવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા અને મોબાઇલ કંપનીઓ વચ્ચે ટેક્સના ભારાંક બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે મોબાઇલ કંપનીઓએ સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી સુરત અને વડોદરાની જેમ ભારાંક ઘટાડવા માટે માગણી કરી છે. મોબાઇલ કંપનીઓના કહેવા મુજબ અન્ય મહાનગરપાલિકાઓ કરતાં રાજકોટ મહાનગરપાલિકાનો વેરાનો ભારાંક એક મીટરના રૂ. 15નો છે તે સૌથી વધારે છે. આ ભારાંક ઘટાડવા માટે કાનુની વિવાદ ચાલી રહ્યો હોય અનેક મોબાઇલ કંપનીઓ દ્વારા લાંબા સમયથી મહાનગરપાલિકાને મોબાઇલ ટાવરનો વેરો ભરપાઇ કરવામાં આવતો નથી. જ્યારે કેટલીક કંપનીઓ આવા કાનુની વિવાદમાં પડ્યા વગર જ 15નો ભારાંક સ્વીકારીને મોબાઇલ ટાવરનો વેરો ભરપાઇ કરવામાં આવતો હતો. તે પણ લાંબા સમયથી ભરપાઇ કરવાનું બંધ કરી દેતાં મહાનગરપાલિકાએ બીએસએનએલ, રિલાયન્સ કોમ. રિલાયન્સ જીઓ અને જીટીએલ કંપનીને ડિમાન્ડ નોટિસ મોકલીને કુલ રૂ. 19 કરોડ, 53 લાખ, 91 હજાર 872નો ચડત વેરો ભરપાઇ કરવા જણાવ્યું છે. જે કંપનીઓએ લાંબા સમયથી વેરો ભરપાઇ ર્ક્યો નથી તેમાં બીએસએનએલને રૂ. 12 કરોડ, 62 લાખ, 49 હજાર 589, રિલાયન્સ કોમને રૂ.પ કરોડ, 6 લાખ, 26,818 રિલાયન્સ જીઓને 32 લાખ 31 હજાર 452 અને મોબાઇલ ટાવર કંપની જીટીએલને રૂ. 1 કરોડ, 52 લાખ 84 હજાર,013નો વેરો ભરવા નોટિસ ફટકારવામા આવી છે.

બીએસએનએલ ઠન ઠન ગોપાલ… 13 વર્ષથી વેરો ભરપાઇ ર્ક્યો નથી

મહાનગરપાલિકા અને મોબાઇલ કંપનીઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા ગજગ્રાહ વચ્ચે બીએસએનએલ જાણે આર્થિક રીતે પાયમાલ થઇ ગઇ હોય તેમ છેલ્લા 13 વર્ષથી મહાનગરપાલિકાને મોબાઇલ ટાવરનો વેરો ભરપાઇ ર્ક્યો નથી. બીએસએનએલના મોબાઇલ ટાવરના 2011થી ટેક્સની રકમ બાકી બોલે છે. જ્યારે આ રકમની ઉઘરાણી કરવામાં આવે ત્યારે અમારે પગારના પણ સાંસા છે તેમ કહીને વેરો ભરપાઇ કરાતો નહોય 13 વર્ષ દરમિયાન રૂ.12 કરોડ, 62 લાખ, 49 હજાર 589નો વેરો ચડત થઇ ગયો છે. અન્ય ત્રણ કંપનીઓ રિલાયન્સ કોમ, રિલાયન્સ જીઓ અને જીટીએલ કંપની કરતાં બીએસએનએલની વેરાની ચડત રકમ સૌથી વધુ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર