(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલ તાલુકાના મોવૈયા ગામે રહેતી પરિણીતાને પતિ સાથે ઝઘડો થયાનું લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતા તેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ મોવૈયા ગામે નટુભાઇ ચાંગેલાની વાડીએ ખેતમજૂરી કરવા આવેલ આદિવાસી પરિવારના દંપતી વચ્ચે ગઇકાલે શાક બનાવવા બાબતે ઝઘડો થયો હતો જેમાં મંજુલાબેન અર્જુનભાઇ નાઇ (ઉ.વ.45)એ ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. દવા પી લેનાર મંજુલાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ પરિવાર સાથે ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે.
બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે સુંદરપાર્ક શેરી નં-2માં રહેતા પ્રવીણભાઇ ચંદુભાઇ પરમાર (ઉ.વ.48)એ ભાવનગર રોડ ઉપર શાળા નં-13 નજીક આવેલ શક્તિ સોસાયટીની શેરીમાં કોઇ કારણોસર દવા પી લેતાં સિવિલમાં ખસેડાયા હતા.
ત્રીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટની શિવ હોટલ પાછળ રોડ ઉપર વનરાજ કાંતિભાઇ ચાવડા (ઉ.વ.21)એ કોઇ કારણોસર ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ચોથા બનાવમાં સાધુ વાસવાણી રોડ ઉપર કૈલાશપાર્ક શેરી નં-12માં રહેતા આશાબેન સુનિલભાઇ સીણોજીયા (ઉ.વ.34)એ ગઇકાલે સાંજે પોતાના ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પાંચમા બનાવમાં રાજકોટ તાલુકાના આણંદપર બાઘી ગામે રહેતા ઉમેશ કરશનભાઇ સોલંકી (ઉ.વ.50)એ ગઇકાલે રાત્રે ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.